Kosamdi.com

Forums/NEWS

Post Reply
Forum Home > News > વિશ&#2 765;વના સંખ&#2 765;યાબ&am p;#2690;ધ દેશ&#2 763; સ્વ&#2 750;ઈન ફ્લ&#2 753;ની લપે&#2 71

Kosamdi
Site Owner
Posts: 36

મેક્સિકોમાં હાહાકાર મચાવનારો સ્વાઈન ફ્લુએ અમેરિકા તથા યુરોપના ઘણા દેશોને પણ લપેટમાં લીધા છે અને હાલમાં વિશ્વના દરેક દેશોની સરકાર આ રોગચાળાને રોકવા શું કરવું તેના આયોજનમાં છે. મેક્સિકોની બહાર આ રોગને કારણે કોઇનું મોત થયું નથી પરંતુ અમેરિકામાં ૫૦, કેનેડામાં છ, સ્પેન અને સ્કોટલેન્ડમાં ત્રણ લોકોને સ્વાઈન ફ્લુની અસર થઇ છે. ફ્રાન્સ અને ન્યુઝીલેન્ડમાં પણ આ રોગના દર્દી મળી આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રોગચાળા અંગેના પોતાના એલર્ટ સ્તરને વધારી દઇને તમામ દેસો પર આ રોગચાળાનો ખતરો હોવાની ચેતવણી ઉચ્ચારી છે. ડબલ્યુએચઓએ એલર્ટના સ્તરને વધારી દઇ તમામ દેશોને સાવધાન રહેવા કહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે જો એન્ટી વાયરલ દવા સાથે ઝડપથી સારવાર કરવામાં આવે તો તેનો ઇલાજ રહેલા છે.

•અમેરિકા, કેનેડા, સ્પેન, સ્કોટલેન્ડમાં ફ્લુના કેસ મળ્યા

નોર્વે અને દક્ષિણ કોરિયામાં પણ સ્વાઈન ફ્લુના સંભવિત કેસો નોંધાયા છે. આ કેસો સ્વવાઈન ફ્લુના જ છે કે કેમ તેને સમર્થન મળ્યું નથી પણ રોગનાં લક્ષમો જોતાં સ્વાઈન ફ્લુ હોવાની શક્યતા વધારે છે. વિશ્વભરના દેશોએ પોત પોતાના નાગરિકોને હાલમાં મેક્સિકોનો પ્રવાસ ટાળવા અપીલ કરી છે. બ્રિટન, ફ્રાંસ, જર્મની અને અમેરિકાએ પ્રવાસ એલર્ટની જાહેરાત કરી પોત પોતાના નાગરિકોને હાલમાં મેક્સિકોનો પ્રવાસ ટાળવા કહ્યું છે. જાપાને મેક્સિકોમાં રહેતા પોતાના નાગરિકોને જાપાન પરત ફરવા અંગે વિચારણા કરવા કહ્યું છે. ચીન સરકારે સ્વાઇનના કોઇપણ માનવીય કેસો અંગે વિસ્વભરને જામ કરવાની ખાતરી આપી છે. ચીનમાં અગાઉ ૨૦૦૩માં સાર્સ રોગચાળા દરમિયાન સાર્સના દર્દો અંગેની માહિતી છુપાવવામાં આવી હતી જેથી મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. કેનેડામાં છ કેસો સ્વાઈન ફ્લુના જ હોવાના અહેવાલોને સમર્થન મળ્યું છે.

અમેરિકામાં કેલિફોર્નિયા, કેનસાસ, ટેક્સાસ, ન્યુયોર્ક, ઓહીયોમાં ૨૦ લોકોમાં સંભવિત ઇન્ફેક્શનની અસર જોવા મળી છે. સ્પેન, ફ્રાંસ અને ન્યુઝીલેન્ડમાં પણ કેટલાક લોકોમાં આ રોગના લક્ષણ દેખાયા છે.

April 28, 2009 at 11:55 PM Flag Quote & Reply

You must login to post.

કૉસમડી વેબસાઈટ આપનું સ્વાગત કરે છે.

Upcoming Events

Saturday, Jun 2 All Day

Recent Videos

1028 views - 1 comment
639 views - 0 comments
914 views - 0 comments
1364 views - 1 comment

Webs Counter

Send to a friend