Kosamdi.com

Forums/NEWS

Post Reply
Forum Home > News > ઈટા&#2 738;ીમા&am p;#2690; ભૂક&#2 690;પ : મૃત&#2 765;યુઆ&am p;#2690;ક વધી&#2 728;ે 179 થયો

Kosamdi
Site Owner
Posts: 36
ઈટાલીના લા એક્કિલા શહેરમાં સોમવારે વહેલી સવારે થયેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 179 થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈટાલીના પ્રાચીન શહેર લા એક્કિલા અને તેની આજુબાજુના પર્વતીય વિસ્તારોમાં સોમવારે વહેલી સવારે આવેલા શક્તિશાળી ભૂકંપની તીવ્રત રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. નાગરિક સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભૂકંપના કારણે લગભગ 50 હજાર લોકો બેઘર બની ગયા છે તો 1500થી વધુ લોકોને ઈજાઓ થવા પામી છે. તેમજ મૃત્યઆંક વધીને 179 સુધી પહોંચ્યો છે. ભૂકંપમાં જમીનદોસ્ત થયેલા મકાનોના કાટમાળમાં હજુ લોકો દટાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કટોકટી સેવા સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભૂકંપ સ્થાનીક સમય પ્રમાણે સવારે 3. વાગ્યેને 32 મિનિટે આવ્યો હતો
April 7, 2009 at 11:29 AM Flag Quote & Reply

You must login to post.

કૉસમડી વેબસાઈટ આપનું સ્વાગત કરે છે.

Upcoming Events

Saturday, Jun 2 All Day

Recent Videos

1028 views - 1 comment
639 views - 0 comments
914 views - 0 comments
1364 views - 1 comment

Webs Counter

Send to a friend